શ્રેયસ ઐયર અને શુભમન ગિલ સાથે દંડિત કૅપ્ટન્સના લિસ્ટમાં જોડાયો ચેન્નઈનો સુકાની ઋતુરાજ ગાયકવાડ

13 April, 2026 03:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વર્તમાન સીઝનમાં ઋતુરાજ ગાયકવાડ આ રીતે દંડિત થનાર ત્રીજો કૅપ્ટન બન્યો છે. પંજાબ કિંગ્સના કૅપ્ટન શ્રેયસ ઐયરને બે વખત અને શુભમન ગિલને એક વખત સમાન ગુનાઓ માટે દંડ ફટકારવામાં આવ્યો હતો.

આયુષ મ્હાત્રે અને ઋતુરાજ ગાયકવાડ

ચેન્નઈ સુપર કિંગ્સે વર્તમાન સીઝનમાં જીતનું ખાતું ખોલ્યું પણ તેમના કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડને મોટો દંડ થયો છે. IPL આચારસંહિતાની કલમ ૨.૨૨ હેઠળ સ્લો ઓવર રેટ બદલ ચેન્નઈના કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડને ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. વર્તમાન સીઝનમાં ઋતુરાજ ગાયકવાડ આ રીતે દંડિત થનાર ત્રીજો કૅપ્ટન બન્યો છે. પંજાબ કિંગ્સના કૅપ્ટન શ્રેયસ ઐયરને બે વખત અને શુભમન ગિલને એક વખત સમાન ગુનાઓ માટે દંડ ફટકારવામાં આવ્યો હતો.

IPLમાં રિટાયર્ડ આઉટ થયેલા પ્લેયર્સ

૨૦૨૨માં રવિચન્દ્રન અશ્વિન (રાજસ્થાન) વિરુદ્ધ લખનઉ

૨૦૨૩માં અથર્વ તાઇડે (પંજાબ) વિરુદ્ધ દિલ્હી

૨૦૨૩માં સાઈ સુદર્શન (ગુજરાત) વિરુદ્ધ મુંબઈ

૨૦૨૫માં તિલક વર્મા (મુંબઈ) વિરુદ્ધ લખનઉ

૨૦૨૫માં ડેવોન કૉન્વે (ચેન્નઈ) વિરુદ્ધ પંજાબ

૨૦૨૬માં આયુષ મ્હાત્રે (ચેન્નઈ) વિરુદ્ધ દિલ્હી

આયુષ મ્હાત્રે IPL 2026માં રિટાયર્ડ આઉટ થનાર પ્રથમ ખેલાડી બન્યો

ચેન્નઈ સુપર કિંગ્સનો ૧૮ વર્ષનો બૅટર આયુષ મ્હાત્રે IPL 2026માં રિટાયર્ડ આઉટ થનાર પ્રથમ ક્રિકેટર બન્યો છે. IPL ઇતિહાસમાં તે આવું કરનાર છઠ્ઠો ખેલાડી બન્યો છે. દિલ્હી કૅપિટલ્સ સામે ૧૮મી ઓવરના ત્રીજા બૉલ બાદ ૩૬ બૉલમાં ૫૯ રન બનાવીને તેણે મેદાન છોડી દીધું હતું. વર્તમાન સીઝનમાં મુંબઈના આ યંગ બૅટરે બીજી ફિફટી ફટકારી હતી. મૅચ બાદ આયુષ મ્હાત્રેએ રિટાયર્ડ આઉટ થવા પાછળના કારણ વિશે ખુલાસો કર્યો હતો કે ‘હું બૅટિંગ કરી રહ્યો હતો અને ટીમને કેટલાક મોટા શૉટની જરૂર હતી. શિવમ દુબે પણ મોટા શૉટ મારી શકે છે. એ સમયે હું રમતમાં મોટા શૉટ નહોતો રમી રહ્યો એટલે ટીમ-પ્લાન પ્રમાણે મેં મેદાન છોડ્યું. રમતમાં આવું થાય છે.’

ruturaj gaikwad IPL 2026 chennai super kings delhi capitals cricket news sports news sports