10 May, 2025 11:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યશસ્વી જાયસવાલ
ભારતીય ઓપનર યશસ્વી જાયસવાલે એક મહિના પહેલાં લીધેલા એક નિર્ણયમાંથી યુ-ટર્ન લીધો છે. ગોવા ટીમમાં જોડાવા માટે નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) માગ્યાના એક મહિના પછી ૨૩ વર્ષના યશસ્વીએ મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA)ને વિનંતી કરી છે કે તે ડોમેસ્ટિક ક્રિકેટમાં ફક્ત મુંબઈ માટે રમવા માગે છે.
અહેવાલ અનુસાર એપ્રિલમાં યશસ્વીએ MCAને લેટર લખીને ગોવા માટે રમવાની પરવાનગી માગી હતી. MCAએ પણ તેમની વિનંતી સ્વીકારી હતી, પણ યશસ્વીએ હવે એક ઈ-મેઇલ લખીને MCAને કહ્યું છે કે ‘હું આગામી ડોમેસ્ટિક સીઝનમાં મુંબઈ માટે રમવા ઉપલબ્ધ છું. હું તમને વિનંતી કરું છું કે તમે મારું NOC પાછું ખેંચી લો, કારણ કે ફૅમિલી સાથે ગોવામાં સ્થાયી થવાની યોજના હાલ પૂરતી રદ કરવામાં આવી છે. હું MCAને વિનંતીયશસ્વી જાયસવાલે કરું છું કે મને આગામી સીઝનમાં મુંબઈ માટે રમવાની મંજૂરી આપવામાં આવે. મેં BCCI કે ગોવા ક્રિકેટ અસોસિએશનને NOC મોકલ્યું નથી.’