શ્રીલંકાની ચમારી અટાપટ્ટુએ T20 વર્લ્ડ કપની રસાકસી વચ્ચે જ પોતાને નિષ્ફળ કૅપ્ટન ગણાવી

23 June, 2026 11:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રીલંકા ૨૦૦૯થી દરેક આવૃત્તિમાં પ્રથમ રાઉન્ડથી આગળ વધવામાં નિષ્ફળ રહ્યું છે

કૅપ્ટન ચમારી અટાપટ્ટુ

શ્રીલંકાની ૩૬ વર્ષની કૅપ્ટન ચમારી અટાપટ્ટુએ વિમેન્સ T20 વર્લ્ડ કપની રસાકસી વચ્ચે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. હમણાં સુધી ત્રણમાંથી માત્ર એક મૅચ જીતનાર શ્રીલંકાના સંઘર્ષમય અભિયાનથી ચિંતિત ચમારી અટાપટ્ટુએ પોતાને નિષ્ફળ કૅપ્ટન ગણાવી છે.

ચમારી અટાપટ્ટુ કહે છે, ‘હું નૅશનલ ટીમ માટે લગભગ ૧૮ વર્ષ રમી છું. હું ક્યારેય ટીમને વર્લ્ડ કપની સેમી-ફાઇનલમાં પહોંચાડી શકી નથી. ભલે મેં વ્યક્તિગત રીતે ઘણી બધી સિદ્ધિ મેળવી હોય પણ હું કૅપ્ટન તરીકે નિષ્ફળ રહી છું. આ એક ખેલાડી માટે મોટું દુઃખ છે. હું એ પીડા સહન કરી રહી છું. મને લાગે છે કે મેં મારી છેલ્લી તક ગુમાવી દીધી છે.’

શ્રીલંકા ૨૦૦૯થી દરેક આવૃત્તિમાં પ્રથમ રાઉન્ડથી આગળ વધવામાં નિષ્ફળ રહ્યું છે. ચમારી અટાપટ્ટુ દરેક વર્લ્ડ કપમાં રમવાની સાથે છેલ્લી ૬ આવૃત્તિઓમાં કૅપ્ટન રહી છે. તેની આગેવાનીમાં શ્રીલંકા ૧૧૪ T20 મૅચમાંથી ૪૯માં જીત્યું છે અને ૬૨ મૅચમાં હાર્યું છે.

international cricket council womens world cup t20 world cup sri lanka cricket news sports sports news