21 August, 2024 11:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ગઈ કાલે મહિલા T20 વર્લ્ડ કપ 2024 સંદર્ભે મહત્ત્વની જાહેરાત કરી હતી. હવે આ ટુર્નામેન્ટ બંગલાદેશને બદલે સંયુક્ત આરબ એમિરેટ્સ (UAE)માં ત્રણથી ૨૦ ઑક્ટોબર દરમ્યાન રમાશે.
ICCએ કહ્યું કે ‘મહિલાઓના સૌથી ટૂંકા ફૉર્મેટની મેગા ઇવેન્ટની નવમી આવૃત્તિ હવે UAEમાં રમાશે જેમાં બંગલાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) આ ઇવેન્ટનું યજમાન બનશે. બંગલાદેશમાં આ ઇવેન્ટનું આયોજન ન કરવું શરમજનક છે, કારણ કે અમે જાણીએ છીએ કે BCB એક યાદગાર કાર્યક્રમનું આયોજન કરી શક્યું હોત.’
બંગલાદેશમાં ગૃહયુદ્ધની સ્થિતિને કારણે ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાની ફરજ પડી હતી. મહિલા T20 વર્લ્ડ કપ 2024ની મૅચો દુબઈ અને શારજાહમાં રમાશે.