15 June, 2026 01:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શનાકાએ ૨૪ બૉલમાં ૫૮ રન કર્યા હતા.
વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકા વચ્ચે આજે ત્રણ T20 મૅચનો નિર્ણાયક મુકાબલો રમાશે. પહેલી મૅચ ૭ રને હાર્યા બાદ બીજી મૅચ ૩૭ રને જીતીને શ્રીલંકાએ ૧-૧થી સિરીઝ લેવલ કરી હતી. ગઈ કાલે શ્રીલંકાએ ૬ વિકેટ ગુમાવીને ૧૯૪ રન કર્યા હતા. જવાબમાં યજમાન ટીમ વેસ્ટ ઇન્ડીઝ ૧૮.૧ ઓવરમાં ૧૫૭ રન કરીને હારી ગઈ હતી.
શ્રીલંકા માટે ત્રીજા ક્રમે રમવા આવેલા કામિલ મિશારાએ ૪૦ બૉલમાં અણનમ ૬૧ રન અને પાંચમા ક્રમે રમનાર દાસુન શનાકાએ ૨૪ બૉલમાં ૫૮ રન કર્યા હતા. વેસ્ટ ઇન્ડીઝના ફાસ્ટ બોલર્સ શમર જોસેફે ત્રણ વિકેટ અને મૅથ્યુ ફોર્ડે બે વિકેટ લીધી હતી.
રન-ચેઝ દરમ્યાન રોવમૅન પૉવેલ ૨૬ બૉલમાં ૪૩ રન અને શિમરન હૅટમાયર ૨૬ બૉલમાં ૩૬ રનનું યોગદાન આપી શક્યા હતા. શ્રીલંકાના સ્પિનર વનિન્દુ હસરંગા અને ફાસ્ટ બોલર દુષ્મંથા ચમીરાએ ૩-૩ વિકેટ લીધી હતી.