વેસ્ટ ઇન્ડીઝે ૬ વર્ષ બાદ પાકિસ્તાનને વન-ડેમાં આપી માત, સિરીઝ લેવલ

12 August, 2025 10:32 AM IST  |  Trinidad | Gujarati Mid-day Correspondent

હરીફ સામે વેસ્ટ ઇન્ડીઝની ૬ વર્ષ બાદ વન-ડે જીત થઈ છે. ઘરઆંગણે વર્ષ ૨૦૧૭ બાદ વેસ્ટ ઇન્ડીઝે પાકિસ્તાન સામે વન-ડેમાં પહેલવહેલી જીત મેળવી છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પાકિસ્તાન સામે ગઈ કાલે બીજી વન-ડે પાંચ વિકેટે જીતીને વેસ્ટ ઇન્ડીઝે ત્રણ મૅચની વન-ડે સિરીઝ લેવલ કરી છે. વરસાદથી પ્રભાવિત મૅચમાં પાકિસ્તાન ૩૭ ઓવરમાં સાત વિકેટે ૧૭૧ રન કરી શક્યું હતું. DLS મેથડથી ૩૫ ઓવરમાં યજમાન ટીમને ૧૮૧ રનનો ટાર્ગેટ મળ્યો, જેને કૅરિબિયન ટીમે ૩૩.૩ ઓવરમાં પાંચ વિકેટે ૧૮૪ રન ફટકારીને ચેઝ કરી લીધો હતો. ઇંગ્લૅન્ડમાં વર્ષ ૨૦૧૯ની વન-ડે મૅચ જીત્યા બાદ પાકિસ્તાન સામે વેસ્ટ ઇન્ડીઝ ચાર વન-ડે હાર્યું હતું. આ હરીફ સામે વેસ્ટ ઇન્ડીઝની ૬ વર્ષ બાદ વન-ડે જીત થઈ છે. ઘરઆંગણે વર્ષ ૨૦૧૭ બાદ વેસ્ટ ઇન્ડીઝે પાકિસ્તાન સામે વન-ડેમાં પહેલવહેલી જીત મેળવી છે.

west indies pakistan cricket news sports news sports caribbean trinidad and tobago