ગ્રુપ Cમાં બાદશાહ બનવા ટકરાશે વેસ્ટ ઇન્ડીઝ અને અફઘાનિસ્તાન

18 June, 2024 07:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેન્ટ લુસિયામાં ડૅરેન સૅમી સ્ટેડિયમની પિચ T20 વર્લ્ડ કપ 2024ની બેસ્ટ પિચમાંની એક છે

વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર ડ્વેન બ્રાવો સાથે બોલિંગ-પ્રૅક્ટિસ કરી અફઘાની બોલર્સે.

શાનદાર પ્રદર્શન કરી રહેલી અફઘાનિસ્તાન અને યજમાન વેસ્ટ ઇન્ડીઝની ટીમ આજે ICC T20 વર્લ્ડ કપ 2024ની અંતિમ ગ્રુપ સ્ટેજની મૅચમાં સામસામે ટકરાશે. ૬ પૉઇન્ટ ધરાવતી ગ્રુપ Cની બન્ને ટીમ સુપર-એઇટ પહેલાં પોતાનો આત્મવિશ્વાસ મજબૂત કરવાનો પ્રયાસ કરશે. બન્ને ટીમોએ હમણાં સુધીની ત્રણેય મૅચ જીતી છે. અફઘાનિસ્તાન +૪.૨૩૦ના રન-રેટ સાથે ગ્રુપમાં પ્રથમ ક્રમે અને વેસ્ટ ઇન્ડીઝ +૨.૫૯૬ના રન-રેટ સાથે બીજા ક્રમે છે.

ભારતીય સમય અનુસાર સવારે ૬ વાગ્યાથી આ મૅચ શરૂ થશે. સેન્ટ લુસિયામાં ડૅરેન સૅમી સ્ટેડિયમની પિચ T20 વર્લ્ડ કપ 2024ની બેસ્ટ પિચમાંની એક છે. અહીં રમાયેલી મૅચ હાઈ સ્કોરિંગ રહી છે. વેસ્ટ ઇન્ડીઝના બૅટ્સમેનોએ અત્યાર સુધી ટુર્નામેન્ટમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન કર્યું નથી, પરંતુ અહીંની સ્થિતિ તેમને અનુકૂળ રહેશે અને તેઓ પોતાની લય પાછી મેળવવા આતુર હશે.

હેડ-ટુ-હેડ રેકૉર્ડ
કુલ મૅચ    ૦૭
વેસ્ટ ઇન્ડીઝ    ૦૪
અફઘાનિસ્તાન    ૦૩

west indies afghanistan sports news sports cricket news t20 world cup