ICCની મદદથી કૅરિબિયન ટીમ ચાર્ટર ફ્લાઇટમાં ઘરવાપસી કરશે

07 March, 2026 05:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હેડ કોચ ડૅરેન સૅમીએ સોશ્યલ મીડિયા પર ઘરવાપસી માટે કરેલી વારંવારની ટ્વીટ બાદ વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડે મોટી અપડેટ શૅર કરી છે. મિડલ ઈસ્ટના યુદ્ધને કારણે વેસ્ટ ઇન્ડીઝની ટીમ હજી ભારતમાં જ છે.

ICCની મદદથી કૅરિબિયન ટીમ ચાર્ટર ફ્લાઇટમાં ઘરવાપસી કરશે

હેડ કોચ ડૅરેન સૅમીએ સોશ્યલ મીડિયા પર ઘરવાપસી માટે કરેલી વારંવારની ટ્વીટ બાદ વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડે મોટી અપડેટ શૅર કરી છે. મિડલ ઈસ્ટના યુદ્ધને કારણે વેસ્ટ ઇન્ડીઝની ટીમ હજી ભારતમાં જ છે. ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ કૅરિબિયન ટીમની ઘરવાપસી માટે મોટી મદદ પૂરી પાડી છે.

ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝ (CWI)એ ICC મેન્સ T20 વર્લ્ડ કપમાંથી બહાર થયા પછી વેસ્ટ ઇન્ડીઝની સિનિયર મેન્સ ટીમની ભારતથી પ્રસ્થાન-વ્યવસ્થા અંગે કહ્યું હતું કે ‘અમે ખેલાડીઓ, ટીમ મૅનેજમેન્ટ અને ICC સાથે સતત સંપર્કમાં છીએ. સુરક્ષાની ચિંતાઓને કારણે ગલ્ફ ક્ષેત્રમાં હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધોને કારણે પરિસ્થિતિ જટિલ અને અસ્થિર રહી છે. પ્લેયર્સને સુરક્ષિત પાછા ફરવા માટે દરેક સાવચેતી રાખવામાં આવી રહી છે.’

CWIના નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું કે ‘ICCના અધિકારીઓ સાથેની ઉચ્ચ સ્તરની વાતચીત દરમ્યાન પુષ્ટિ કરવામાં આવી હતી કે ટીમના ભારતથી પ્રસ્થાન માટે ચાર્ટર ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પ્રસ્થાન સમય અંતિમ હવાઈ ટ્રૅફિકની મંજૂરીને આધીન છે. ટીમ સુરક્ષિત છે અને વ્યવસ્થાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.’

west indies international cricket council iran israel cricket news sports news