વેસ્ટ ઇન્ડીઝે સતત ત્રીજી વખત વન-ડે વર્લ્ડ કપ માટે ક્વૉલિફાયર રમવી પડશે

10 August, 2026 04:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બે વખતની વર્લ્ડ કપ ચૅમ્પિયન વેસ્ટ ઇન્ડીઝને ૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપમાં ડાયરેક્ટ ક્વૉલિફિકેશન મળ્યું નથી. હવે કૅરિબિયન ટીમે ટુર્નામેન્ટમાં પ્રવેશ માટે ક્વૉલિફાયર રમવો પડશે.

વેસ્ટ ઇન્ડીઝે સતત ત્રીજી વખત વન-ડે વર્લ્ડ કપ માટે ક્વૉલિફાયર રમવી પડશે

બે વખતના વન-ડે વર્લ્ડ કપ ચૅમ્પિયન વેસ્ટ ઇન્ડીઝને ટુર્નામેન્ટમાં ક્વૉલિફાય થવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કૅરિબિયન ટીમને ૨૦૧૯ અને ૨૦૨૩ની જેમ ૨૦૨૭ના વર્લ્ડ કપમાં ડાયરેક્ટ ક્વૉલિફિકેશન મળ્યું નથી. ૨૦૨૭ના ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં તેણે વર્લ્ડ કપ ક્વૉલિફાયર રમવી પડશે. 
કટ-ઑફ તારીખ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં વન-ડે વર્લ્ડ કપમાં એન્ટ્રી માટે ICC વન-ડે ટીમ રૅન્કિંગમાં ટૉપ-૯માં હોવું જરૂરી છે. આયરલૅન્ડ સામે બીજી વન-ડે મૅચ જીતીને અફઘાનિસ્તાને ટૉપ ૯ ટીમોમાં સ્થાન મજબૂત કર્યું છે જેનાથી ૧૦મા ક્રમની ટીમ વેસ્ટ ઇન્ડીઝની ડાયરેક્ટ એન્ટ્રીની આશા પર પાણી ફરી મળ્યું છે. 
 હાલમાં ટૉપ ૯ ટીમોમાં સ્થાન મજબૂત કરીને ભારત, ન્યુ ઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, પાકિસ્તાન, શ્રીલંકા, ઇંગ્લૅન્ડ, અફઘાનિસ્તાન અને બંગલાદેશે વર્લ્ડ કપમાં ઑલમોસ્ટ એન્ટ્રી મેળવી લીધી છે. આ રૅન્કિંગમાં ૩૦ સપ્ટેમ્બર સુધીમાં કોઈ મોટો ફેરફાર થઈ શકે એમ નથી. બાકીની ચાર ટીમો ક્વૉલિફાયરથી નક્કી થશે. 
ઝિમ્બાબ્વે ૧૧મો રેન્ક ધરાવતું હોવા છતાં સહ-યજમાન તરીકે ટુર્નામેન્ટમાં એન્ટ્રી મળશે. અન્ય યજમાન નામિબિયા ફુલ મેમ્બર નેશન ટીમ ન હોવાથી ક્વૉલિફાયરમાંથી પસાર થવું પડશે. 

west indies afghanistan zimbabwe one day international odi cricket news sports news sports