વેસ્ટ ઇન્ડીઝ સામે અંતિમ બે ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને હાર્યું સ્કૉટલૅન્ડ

20 June, 2026 08:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્કૉટલૅન્ડ સામે ૧૫૪ રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરીને વેસ્ટ ઇન્ડીઝ સતત બીજી મૅચ જીત્યું, હેડિંગ્લીમાં રમાયેલી વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ૧૨ મૅચમાં વેસ્ટ ઇન્ડીઝે સ્કૉટલૅન્ડ સામે ૭ રને જીત નોંધાવી હતી. વેસ્ટ ઇન્ડીઝે ૬ વિકેટ ગુમાવીને ૧૫૩ રન કર્યા હતા.

વેસ્ટ ઇન્ડીઝ સામે અંતિમ બે ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને હાર્યું સ્કૉટલૅન્ડ

હેડિંગ્લીમાં રમાયેલી વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ૧૨ મૅચમાં વેસ્ટ ઇન્ડીઝે સ્કૉટલૅન્ડ સામે ૭ રને જીત નોંધાવી હતી. વેસ્ટ ઇન્ડીઝે ૬ વિકેટ ગુમાવીને ૧૫૩ રન કર્યા હતા. જવાબમાં સ્કૉટલૅન્ડ ૨૦ ઓવરમાં ૧૪૬ રને ઑલઆઉટ થયું. સતત બે જીત સાથે વેસ્ટ ઇન્ડીઝ ગ્રુપ Bમાં બીજા ક્રમે પહોંચ્યું છે. 
૧૪.૩ ઓવરમાં વેસ્ટ ઇન્ડીઝે ૮૫ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. એ સમયે સ્પિન ઑલરાઉન્ડર સ્ટેફની ટેલરે ૧૯ બૉલમાં ચાર ફોર અને ત્રણ સિક્સના આધારે અણનમ ૪૭ રન ફટકારીને ટીમનો સ્કોર ૧૫૦ રનને પાર પહોંચાડ્યો હતો. 
રન-ચેઝ દરમ્યાન પાંચ ઓવરમાં ૫૧ રનની ભાગીદારી બાદ સ્કૉટલૅન્ડની ઇનિંગ્સ લથડી પડી હતી. છેલ્લી બે ઓવરમાં સ્કૉટલૅન્ડને જીત માટે ૨૨ રનની જરૂર હતી ત્યારે ૧૯મી ઓવરમાં ત્રણ અને ૨૦મી ઓવરમાં બે વિકેટ સહિત અંતિમ પાંચ વિકેટ સ્કૉટલૅન્ડે ગુમાવી દીધી હતી. વેસ્ટ ઇન્ડીઝ માટે સ્પિનર હેલી મૅથ્યુઝ અને આલિયા એલીને ૩-૩ વિકેટ લીધી હતી.

west indies scotland cricket news sports news sports