16 December, 2025 10:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દિવ્યાંગ ક્રિકેટ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (DDCI) દ્વારા આયોજિત ત્રણ મૅચની T20 સિરીઝ આજથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ૧૬થી ૧૮ ડિસેમ્બર વચ્ચે આયોજિત આ સિરીઝમાં મેન્સ ઇન્ડિયા સિનિયર અને ઇન્ડિયા-Aની ટીમ ટકરાશે. વાનખડે સ્ટેડિયમ પહેલી જ વખત શારીરિક રીતે અક્ષમ ક્રિકેટર્સની સિરીઝની યજમાની કરશે.
DCCIના જનરલ સેક્રેટરી રવિ ચૌહાણે કહ્યું હતું કે ‘ટીમ ઇન્ડિયાએ જ્યાં ૨૦૧૧નો વર્લ્ડ કપ જીત્યો હતો એ ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં રમવાની તક મળવાથી તેમને ખૂબ પ્રોત્સાહન અને પ્રેરણા મળશે. અમારા ક્રિકેટને સતત ટેકો આપવા બદલ મુંબઈ ક્રિકેટ અસોસિએશનનો હૃદયપૂર્વક આભાર માનું છું. ભારતીય ક્રિકેટ બોર્ડના સતત સમર્થન સાથે દેશભરમાં દિવ્યાંગ ક્રિકેટને વધુ વિકસાવવા અને મજબૂત બનાવવા માટે દરરોજ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.’