15 May, 2026 03:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૅન્ગલોરના ડ્રેસિંગ રૂમમાં પહોંચીને કલકત્તાના મેન્ટર ડ્વેન બ્રાવો અને વિરાટ કોહલી
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ ગઈ કાલે કોલકાતા નાઇટ રાઇડર્સના મેન્ટર ડ્વેન બ્રાવોનો એક વિડિયો શૅર કર્યો હતો. રાયપુરમાં મૅચ જીતનાર બૅન્ગલોરના ડ્રેસિંગ રૂમમાં જઈને કલકત્તાનો આ મેન્ટર વિરાટ કોહલીને મળ્યો હતો.
વિરાટ કોહલીને ભેટીને ૪૨ વર્ષના ભૂતપૂર્વ કૅરિબિયન ઑલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ કહ્યું કે ‘પ્લે ઍઝ લૉન્ગ ઍઝ પૉસિબલ, ધ સ્પોર્ટ નીડ્સ યુ વિરાટ.’ વિરાટ કોહલીએ ડ્વેન બ્રાવોને પોતાની ઑટોગ્રાફ કરેલી બૅન્ગલોર ટીમની જર્સી ગિફ્ટ કરી હતી.
૩૭ વર્ષનો વિરાટ કોહલી T20 ઇન્ટરનૅશનલ અને ટેસ્ટ-ક્રિકેટમાંથી રિટાયર થઈ ચૂક્યો છે. હાલમાં તે ભારત માટે વન-ડે ફૉર્મેટ અને IPLમાં બૅન્ગલોર માટે જ રમતો જોવા મળે છે.