ચિન્નાસ્વામી સ્ટેડિયમને મૅચના આયોજન માટે નાસભાગના છ મહિના બાદ મળી લીલી ઝંડી

14 December, 2025 12:30 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

જોકે હવે ક્રાઉડ મૅનેજમેન્ટ અને સ્ટેડિયમની માળખાગત સુવિધાને સુધારીને સ્ટેડિયમને યજમાની માટે પર્ફેક્ટ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે BCCIને પણ તાજેતરના સ્ટેડિયમના વિકાસની જાણ કરવામાં આવી છે.

એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ

નવનિર્વાચિત કર્ણાટક સ્ટેટ ક્રિકેટ અસોસિએશનના વડા અને ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વેન્કટેશ પ્રસાદને કર્ણાટક સરકાર તરફથી એમ. ચિન્નાસ્વામી મૅચોનું આયોજન કરવા માટે લીલી ઝંડી મળી ગઈ છે. આ વર્ષે ૪ જૂને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના IPમાં મેળવેલા વિજયની ઉજવણીમાં થયેલી ભાગદોડ બાદથી આ સ્થળે કોઈ ઉચ્ચ કક્ષાની ક્રિકેટ મૅચ રમાઈ નથી. આ સ્ટેડિયમે વિમેન્સ વર્લ્ડ કપની મૅચોની યજમાની પણ ગુમાવી હતી. ‍
જોકે હવે ક્રાઉડ મૅનેજમેન્ટ અને સ્ટેડિયમની માળખાગત સુવિધાને સુધારીને સ્ટેડિયમને યજમાની માટે પર્ફેક્ટ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે BCCIને પણ તાજેતરના સ્ટેડિયમના વિકાસની જાણ કરવામાં આવી છે. દિલ્હીની વિજય હઝારે ટ્રોફી મૅચોને અલુરથી ચિન્નાસ્વામી ખસેડવાની યોજના પર કામ ચાલી રહ્યું છે જેમાં વિરાટ કોહલી અને રિષભ પંત પણ રમતા જોવા મળી શકે છે. IPL 2026ની મૅચોની યજમાનીથી સ્ટેડિયમ વંચિત ન રહે એ માટે સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

m chinnaswamy stadium cricket news sports news sports royal challengers bangalore bengaluru