17 September, 2026 03:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વરુણ ચક્રવર્તી, વિપ્રજ નિગમ અને કુલદીપ યાદવ
વરુણ ચક્રવર્તી અફઘાનિસ્તાન સામેની સિરીઝ પછી એશિયન ગેમ્સમાંથી પણ બહાર થશે. અહેવાલ અનુસાર સ્નાયુઓના ખેંચાણને કારણે વરુણ અનિશ્ચિત સમય માટે મેદાનની બહાર રહેશે.
અફઘાનિસ્તાન સામેની બીજી T20 મૅચમાં વરુણના સ્થાને પ્લેઇંગ ઇલેવનમાં સ્પિનર રવિ બિશ્નોઈને સ્થાન આપવામાં આવ્યું હતું. પ્રથમ T20 પછી વરુણને તકલીફ અનુભવાઈ હતી અને વધુ તપાસ માટે તેને BCCIના સેન્ટર ઑફ એક્સલન્સમાં પાછો મોકલવામાં આવ્યો હતો.
અહેવાલ અનુસાર વરુણના સ્થાને સ્પિનર્સ વિપ્રજ નિગમ અને કુલદીપ યાદવના નામની ચર્ચા થઈ રહી છે. કુલદીપ આ મહિનાના અંતમાં વેસ્ટ ઇન્ડીઝ સામે વન-ડે મૅચો રમવા માટે તૈયાર છે. વિપ્રજ નિગમને આગામી એશિયન ગેમ્સ માટે ભારતીય T20 સ્ક્વૉડમાં સામેલ કરવામાં આવી શકે છે.