સેમી-ફાઇનલનો આનંદ માણ્યા બાદ ઈશાન કિશનને મળ્યો વૈભવ સૂર્યવંશી

07 March, 2026 05:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ડર-19 ભારતીય ટીમનો સ્ટાર ખેલાડી વૈભવ સૂર્યવંશી પણ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સેમી-ફાઇનલ મૅચનો આનંદ માણવા ગયો હતો.

સેમી-ફાઇનલનો આનંદ માણ્યા બાદ ઈશાન કિશનને મળ્યો વૈભવ સૂર્યવંશી

અન્ડર-19 ભારતીય ટીમનો સ્ટાર ખેલાડી વૈભવ સૂર્યવંશી પણ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સેમી-ફાઇનલ મૅચનો આનંદ માણવા ગયો હતો. ભારત-ઇંગ્લૅન્ડના પ્લેયર્સની જોરદાર બૅટિંગ જોયા બાદ તે ભારતીય ટીમ રોકાઈ હતી એ હોટેલમાં ગયો હતો અને ત્યાં તે બિહારના પાડોશી રાજ્ય ઝારખંડના સ્ટાર ખેલાડી ઈશાન કિશનને મળ્યો હતો. વૈભવ સૂર્યવંશી IPL 2026ની શરૂઆતમાં ૧૫ વર્ષનો થશે અને રાજસ્થાન રૉયલ્સ માટે ફરી ધમાલ મચાવતો જોવા મળશે.

vaibhav sooryavanshi ishan kishan t20 world cup cricket news sports news