30 August, 2025 06:57 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને UAE આજથી એકસાથે શરૂ કરશે T20 એશિયા કપની તૈયારી
યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં આજથી ત્રિકોણીય T20 સિરીઝ શરૂ થશે. યજમાન UAE, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની ટીમની આ સિરીઝ આગામી T20 એશિયા કપની તૈયારીને વધુ મજબૂત બનાવશે. શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં આગામી ૧૦ દિવસ ૭ T20 મૅચ રમાશે. એમાં ટીમો બે વાર એકબીજા સામે રમશે, ત્યાર બાદ ટોચની બે ટીમ સાત સપ્ટેમ્બરના રોજ ફાઇનલ માટે ક્વૉલિફાય થશે. શારજાહ ક્રિકેટ સ્ટેડિયમની ધીમી પિચો પર મોટા સ્કોર બનાવવાની શક્યતા ઓછી છે. આ સ્ટેડિયમમાં રમાયેલી ૪૧ T20 મૅચમાં ૨૦૦ રનનો આંકડો ફક્ત ચાર વખત પાર થઈ શક્યો છે. ત્રિકોણીય સિરીઝની પહેલી મૅચ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે રમાશે.