ઝિમ્બાબ્વે ટૂર પર ભારતીય મૂળનો કેશવ મહારાજ સાઉથ આફ્રિકાનો ટેસ્ટ-કૅપ્ટન બનશે

21 June, 2025 02:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) વિજેતા કૅપ્ટન ટેમ્બા બવુમા ઝિમ્બાબ્વે સામેની આગામી બે મૅચની ટેસ્ટ-સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. બે વર્ષમાં ત્રીજી વાર હૅમ​સ્ટ્રિંગ ઇન્જરીનો સામનો કરવાને કારણે તે આ સિરીઝમાં રમી શકશે નહીં.

કેશવ મહારાજ

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) વિજેતા કૅપ્ટન ટેમ્બા બવુમા ઝિમ્બાબ્વે સામેની આગામી બે મૅચની ટેસ્ટ-સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. બે વર્ષમાં ત્રીજી વાર હૅમ​સ્ટ્રિંગ ઇન્જરીનો સામનો કરવાને કારણે તે આ સિરીઝમાં રમી શકશે નહીં. WTC ફાઇનલના હીરો સ્ટાર બૅટર એઇડન માર્કરમ અને ફાસ્ટ બોલર કૅગિસો રબાડાને પણ આરામ આપવામાં આવ્યો છે. 

૨૮ જૂનથી ૧૦ જુલાઈ વચ્ચેની આ ઝિમ્બાબ્વે ટૂર પર ભારતીય મૂળનો કેશવ મહારાજ સાઉથ આફ્રિકાનું નેતૃત્વ કરશે. તે આ પહેલાં સપ્ટેમ્બર-ઑક્ટોબર ૨૦૨૧માં લિમિડેટ ઓવર્સની સિરીઝમાં સાઉથ આફ્રિકા માટે અને SA20 જેવી ફ્રૅન્ચાઇઝી લીગમાં પણ કૅપ્ટન્સી કરી ચૂક્યો છે. 

zimbabwe south africa keshav maharaj world test championship test cricket cricket news sports news