જયંત યાદવ પણ પરણી ગયો

17 February, 2021 10:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જયંત યાદવ પણ પરણી ગયો

આજકાલ ક્રિકેટરોનાં લગ્નની સીઝન જામી છે અને એમાં ઑલરાઉન્ડર જયંત યાદવનો પણ સમાવેશ થયો છે. જયંત યાદવે તેની ગર્લફ્રેન્ડ દિશા સાથે લગ્ન કરી લીધાં હતાં. યુઝવેન્દ્ર ચહલે સોશ્યલ મીડિયામાં તેનાં લગ્નનો ફોટો શૅર કરીને લગ્નની જાહેરાત કરી હતી. આઇપીએલમાં હાલમાં મુંબઈ ઇન્ડિયન્સ વતી રમી રહેલો જયંત યાદવ ભારતીય ટીમ વતી ચાર ટેસ્ટ અને એક વન-ડે રમ્યો છે. ટેસ્ટમાં ૧૧ વિકેટ લેવા ઉપરાંત તેણે વાનખેડેમાં સેન્ચુરી પણ ફટકારી હતી.

sports sports news cricket news