03 February, 2026 12:39 PM IST | Chennai | Gujarati Mid-day Correspondent
૪૨ વર્ષના કૅપ્ટન વેઇન મૅડસન વિશે રસપ્રદ માહિતી મળી રહી છે
ઇટલીની મેન્સ ક્રિકેટ ટીમ પોતાનો પહેલો ક્રિકેટ વર્લ્ડ કપ રમવા માટે ચેન્નઈમાં લૅન્ડ થઈ ચૂકી છે. તેમના ૪૨ વર્ષના કૅપ્ટન વેઇન મૅડસન વિશે રસપ્રદ માહિતી મળી રહી છે. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ઇટલી માટે ૭ મૅચમાં ૨૦૫ રન કરનાર આ બૅટર સાઉથ આફ્રિકા માટે ૨૦ વર્ષ પહેલાં હૉકી વર્લ્ડ કપ પણ રમી ચૂક્યો છે.
સાઉથ આફ્રિકાના ડરબનમાં જન્મેલો વેઇન મૅડસન પોતાના દેશ માટે ૩૯ હૉકી-મૅચ રમ્યો હતો. તેણે ૨૦૦૬ની કૉમનવેલ્થ ગેમ્સ સાથે વર્લ્ડ કપમાં પણ ભાગ લીધો હતો. સાઉથ આફ્રિકામાં ડોમેસ્ટિક ક્રિકેટ અને ઇંગ્લૅન્ડ, સાઉથ આફ્રિકા, પાકિસ્તાનમાં T20 લીગ રમ્યો હોવાથી તે ૨૦૨૩માં ઇટલી માટે ઇન્ટરનૅશનલ ક્રિકેટ-ડેબ્યુ કરી શક્યો હતો. તેના ૩ અંકલ અને એક કઝિન ભાઈ ક્રિકેટથી જોડાયેલા છે.