01 June, 2024 09:25 AM IST | New York | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા
આજે ૧ જૂને ભારતીય સમય અનુસાર સાંજે ૮ વાગ્યાથી ભારતીય ટીમ બંગલાદેશ સામે પોતાની એકમાત્ર વૉર્મ-અપ મૅચ રમશે. T20 વર્લ્ડ કપની ૧૫ વૉર્મ-અપ મૅચોની આ અંતિમ મૅચ રહેશે. ન્યુ યૉર્કના નવનિર્મિત નાસાઉ કાઉન્ટી ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી આ વૉર્મ-અપ મૅચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને ડિઝની પ્લસ હૉટસ્ટાર પર જોઈ શકાશે. પ્રૅક્ટિસ મૅચ એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કે ભારતની તમામ મૅચ સ્થાનિક સમય મુજબ સવારે ૧૦.૩૦ વાગ્યે શરૂ થાય છે. IPLમાં ડે-નાઇટ મૅચ રમ્યા બાદ હવે ખેલાડીઓને ડે મૅચની આદત પાડવી પડશે.
13
ભારત-બંગલાદેશ વચ્ચે આટલી T20 મૅચ રમાઈ છે, જેમાં ભારતની ૧૨માં અને બંગલાદેશની ૧ મૅચમાં જીત થઈ હતી.