નેધરલૅન્ડ્સના બોલરનો બાઉન્સર બંગલાદેશી બૅટરની હેલ્મેટમાં ફસાયો

15 June, 2024 08:10 AM IST  |  New York | Gujarati Mid-day Correspondent

નેધરલૅન્ડ્સના બોલર વિવિયન કિંગમાએ પ્રથમ ઇનિંગ્સની ત્રીજી ઓવરમાં બૅટર સામે ધારદાર બાઉન્સર ફેંક્યો

તન્ઝીદ હસન

નેધરલૅન્ડ્સ સામે T20 વર્લ્ડ કપ 2024ની મૅચ દરમ્યાન બંગલાદેશના ઓપનર તન્ઝીદ હસન સાથે ગજબ ઘટના બની હતી. નેધરલૅન્ડ્સના બોલર વિવિયન કિંગમાએ પ્રથમ ઇનિંગ્સની ત્રીજી ઓવરમાં બૅટર સામે ધારદાર બાઉન્સર ફેંક્યો, જેને તન્ઝીદ હસને પુલ શૉટ દ્વારા બાઉન્ડરી પાર પહોંચાડવાનો પ્રયાસ કર્યો, પણ શૉટ બરાબર ટાઇમિંગ પર ન લાગ્યો અને બૉલ બૅટરની હેલ્મેટની ગ્રિલમાં ફસાઈ ગયો. થોડા સમય માટે બૉલ એમાં જ ફસાઈ રહ્યો હતો. રાહતની વાત એ રહી કે તન્ઝીદ હસનને કોઈ પણ પ્રકારની ઈજા ન થઈ. ક્રિકેટના મેદાન પર બનેલી આ રૅર મોમેન્ટનો વિડિયો ક્રિકેટ ફૅન્સ વચ્ચે વાઇરલ થઈ ગયો હતો.

t20 world cup netherlands bangladesh cricket news sports sports news