મેન્સ અને વિમેન્સ T20 મુંબઈ લીગનું ઑક્શન બીજી મેએ યોજાશે

27 April, 2026 05:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહિલા લીગની ત્રણ ટીમો ૧૬થી ૧૮ ખેલાડીઓની સ્ક્વૉડ બનાવી શકશે.

મેન્સ અને વિમેન્સ T20 મુંબઈ લીગનું ઑક્શન બીજી મેએ યોજાશે

મુંબઈ ક્રિકેટ અસોસિએશને ગઈ કાલે પ્રથમ T20 મુંબઈ મહિલા લીગનો લોગો જાહેર કરવાની સાથે પ્લેયર્સ ઑક્શન વિશે મોટી અપડેટ શૅર કરી હતી. મેન્સ લીગની ચોથી સીઝન અને વિમેન્સ લીગની પહેલી સીઝન માટેનું ઑક્શન બીજી મેએ યોજાશે. ઑક્શન માટે ટોટલ ૨૪૧૧ ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે જેમાં ૨૦૪૮ પુરુષો અને ૩૬૩ મહિલાઓનો સમાવેશ છે. મેન્સ લીગની આઠ ટીમો ઓછામાં ઓછા ૧૮ અને વધુમાં વધુ ૨૦ ખેલાડીઓની સ્ક્વૉડ તૈયાર કરી શકશે. જ્યારે મહિલા લીગની ત્રણ ટીમો ૧૬થી ૧૮ ખેલાડીઓની સ્ક્વૉડ બનાવી શકશે.

mumbai cricket association cricket news sports news sports t20