09 September, 2025 02:23 PM IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
T20 એશિયા કપ 2025ની શરૂઆત અબુ ધાબીમાં અફઘાનિસ્તાન અને હૉન્ગકૉન્ગની રોમાંચક ટક્કરથી થશે. બન્ને ટીમ વચ્ચે વર્ષ ૨૦૧૪થી ૨૦૧૬ વચ્ચે પાંચ T20 મૅચ રમાઈ છે, જેમાંથી અફઘાનિસ્તાન ત્રણ અને હૉન્ગકૉન્ગ બે મૅચ જીત્યું છે. બન્ને ટીમ વચ્ચે માર્ચ ૨૦૧૬ બાદ પહેલી વખત આ ફૉર્મેટની મૅચ રમાશે. છેલ્લે તેઓ ભારતમાં આયોજિત T20 વર્લ્ડ કપ સમયે નાગપુરમાં T20 મૅચ સામસામે રમ્યાં હતાં. બન્ને વચ્ચે એશિયા કપના મુખ્ય જંગમાં આ પહેલી ટક્કર થશે. આ પહેલાં તેઓ વર્ષ ૨૦૧૬ના T20 એશિયા કપ માટેના ક્વૉલિફાયર રાઉન્ડમાં ટકરાયાં હતાં. વર્ષ ૨૦૨૨ના T20 ફૉર્મેટના અને અન્ય ત્રણ વન-ડે ફૉર્મેટના એશિયા કપ રમનાર હૉન્ગકૉન્ગે ટુર્નામેન્ટમાં રમેલી તમામ મૅચમાં હારનો સામનો કરવો પડ્યો છે. અફઘાનિસ્તાન પણ ૨૦૨૨ના T20 એશિયા કપ સહિત પાંચમી વખત આ ટુર્નામેન્ટ રમશે.