23 April, 2026 03:46 PM IST | Islamabad | Gujarati Mid-day Correspondent
મોહમ્મદ નવાઝ
T20 વર્લ્ડ કપ દરમ્યાન લેવામાં આવ્યાં હતાં સૅમ્પલ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શરૂ કરી દીધી તપાસ તાજેતરમાં પૂરા થયેલા T20 વર્લ્ડ કપ દરમ્યાન લેવામાં આવેલી પાકિસ્તાનના ક્રિકેટર મોહમ્મદ નવાઝની ડ્રગ-ટેસ્ટનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. ૩૨ વર્ષનો નવાઝ શ્રીલંકામાં પાકિસ્તાનની બધી મૅચમાં રમ્યો હતો. જોકે પાકિસ્તાન સુપર એઇટ રાઉન્ડમાંથી બહાર થઈ ગયું હતું અને નવાઝે ટુર્નામેન્ટમાં કુલ ૧૫ રન બનાવવા ઉપરાંત ૭ વિકેટ લીધી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તરત જ આની તપાસ શરૂ કરી દીધી છે. નવાઝ હાલમાં ચાલી રહેલી પાકિસ્તાન સુપર લીગમાં મુલતાન સુલતાન્સ ટીમ વતી રમી રહ્યો છે. નવાઝ સામે તપાસ શરૂ થતાં ઇંગ્લૅન્ડમાં T20 બ્લાસ્ટ માટે સરે ટીમે તેની સાથેનો કૉન્ટ્રૅક્ટ રદ કર્યો છે.