24 August, 2026 02:33 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
શાહબાઝ અહમદ ૧૩૭ બૉલમાં ૧૦૦ રન કરીને અણનમ રહ્યો.
બૅન્ગલોરના સેન્ટર ઑફ એક્સલન્સમાં બીજી ક્વૉર્ટર ફાઇનલ મૅચમાં નૉર્થ ઈસ્ટ ઝોને ટૉસ જીતીને પહેલાં બોલિંગ પસંદ કરી હતી. ઈશાન કિશનની ટીમ ઈસ્ટ ઝોને પહેલા દિવસે ૮૦ ઓવરમાં ૩૫૫/૬નો સ્કોર કર્યો હતો. કૅપ્ટન ઈશાન કિશન ૯ બૉલમાં ૪ રન અને વાઇસ-કૅપ્ટન વૈભવ સૂર્યવંશી ૬ બૉલમાં ૮ રન જ કરી શક્યા હતા.
ઈસ્ટ ઝોનના ત્રીજા ક્રમના બૅટર કુમાર કુશાગ્રે ૬૫ બૉલમાં પંચાવન રન કર્યા હતા. ચોથા ક્રમે રમવા આવેલા સુદીપ કુમાર ઘરામીએ પચીસ ફોર અને એક સિક્સના આધારે ૧૮૫ બૉલમાં ૧૪૬ રન કર્યા હતા.
છઠ્ઠા ક્રમે રમી રહેલો સ્પિન ઑલરાઉન્ડર શાહબાઝ અહમદ ૧૩૭ બૉલમાં ૧૦૦ રન કરીને અણનમ રહ્યો હતો. નૉર્થ ઈસ્ટ ઝોનના યંગ ફાસ્ટ બોલર ફેરોઇજામ જોટિને ૫૩ બૉલમાં ૩ વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર આકાશ ચૌધરીએ ૬૪ રન આપીને બે વિકેટ લીધી હતી.