02 July, 2025 10:42 AM IST | Colombo | Gujarati Mid-day Correspondent
વન-ડે સિરીઝની ટ્રોફી સાથે શ્રીલંકન કૅપ્ટન ચારિથ અસલંકા અને બંગલાદેશનો કૅપ્ટન મેહદી હસન મિરાઝે ફોટોશૂટ કરાવ્યું હતું.
બંગલાદેશને બે મૅચની ટેસ્ટ-સિરીઝમાં ૧-૦થી હરાવનાર શ્રીલંકા આજથી આ હરીફ ટીમ સામે ત્રણ વન-ડેની સિરીઝ રમશે. બન્ને ટીમ વચ્ચે ૨૦૦૨થી ૧૦ વન-ડે સિરીઝ રમાઈ છે જેમાં શ્રીલંકાએ ૬ અને બંગલાદેશ અંતિમ બે સિરીઝ પોતાની ધરતી પણ જીત્યું છે, જ્યારે બે સિરીઝ ડ્રૉ રહી છે.
બંગલાદેશે શ્રીલંકાની ધરતી પર ૬ વન-ડે સિરીઝ રમી છે જેમાં યજમાન ટીમે ચાર સિરીઝ જીતી છે, જ્યારે ૨૦૧૩ અને ૨૦૧૭માં શ્રીલંકામાં સિરીઝ ડ્રો રહી ત્યારે જ બંગલાદેશે શ્રીલંકાને તેની ધરતી પર બે વાર વન-ડે મૅચમાં હરાવ્યું હતું. બંગલાદેશ ટીમના નવા કૅપ્ટન મેહદી હસન મિરાઝના નેતૃત્વમાં શ્રીલંકામાં હારનો સિલસિલો તોડવાનો પ્રયાસ કરશે.
|
વન-ડે હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
|
કુલ મૅચ |
૫૭ |
|
શ્રીલંકાની જીત |
૪૩ |
|
બંગલાદેશની જીત |
૧૨ |
|
નો-રિઝલ્ટ |
૨ |
બપોરે ૨.૩૦ વાગ્યાથી શરૂ થશે વન-ડે સિરીઝની તમામ મૅચ