આજે ટેબલ-ટૉપર પંજાબ કિંગ્સ હારની હૅટ-ટ્રિક કરશે કે કમબૅક?

06 May, 2026 02:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૈદરાબાદના હોમગ્રાઉન્ડમાં ૧૦માંથી માત્ર એક મૅચ જીત્યું છે પંજાબ, છેલ્લી જીત ૨૦૧૪માં મળી હતી

હૈદરાબાદમાં ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન હૈદરાબાદનો ટ્રૅવિસ હેડ અને પંજાબનો ઝેવિયર બાર્ટલેટ મોબાઇલમાં મસ્તી કરતા જોવા મળ્યા હતા, ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન હૈદરાબાદનો ઈશાન કિશન અને અનિકેત વર્મા.

IPL 2026ની ૪૯મી મૅચ આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. હોમ-ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ ૧૦ મૅચમાં ૬ જીત અને ૪ હાર સાથે ટૉપ-ફોર ટીમમાં સામેલ છે. અંતિમ મૅચમાં કલકત્તા સામેની હારથી હૈદરાબાદનો સતત પાંચ જીતનો સિલસિલો અટક્યો હતો. ૯ મૅચમાં એક નો-રિઝલ્ટ મૅચ સહિત ૬ જીત સાથે પંજાબ કિંગ્સ પૉઇન્ટ-ટેબલમાં નંબર વન ટીમ છે. જોકે રાજસ્થાન અને ગુજરાત સામેની હારથી હવે પંજાબ પર હારની હૅટ-ટ્રિકનો ખતરો છે. બન્ને ટીમ વચ્ચે સીઝનની પહેલી ટક્કર ૧૧ એપ્રિલે મુલ્લાંપુરમાં રમાઈ હતી. હૈદરાબાદે ૬ વિકેટ ગુમાવીને ૨૧૯ રન કર્યા હતા અને જવાબમાં પંજાબે ૪ વિકેટે ૨૨૩ રન કરીને ૬ વિકેટે જીત નોંધાવી હતી. શ્રેયસ ઐયરની આગેવાનીમાં આજે પંજાબ પૅટ કમિન્સની હૈદરાબાદ સામે ટકરાશે ત્યારે તેઓ જીતના ટ્રૅક પર વાપસી કરવાનો ટાર્ગેટ રાખશે. હૈદરાબાદ સામે એમના હોમ-ગ્રાઉન્ડ પર અને ઓવરઓલ હેડ-ટુ-હેડ રેકૉર્ડ સુધારવાની આશા પણ પંજાબની ટીમ રાખશે.

બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ 

મૅચ

૨૫

હૈદરાબાદની જીત

૧૭

પંજાબની જીત

રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ ૧૪ મૅચમાંથી માત્ર ૪ જીત સાથે ૧૦ હારનો સામનો કરી ચૂક્યું છે. આ સ્ટેડિયમમાં ૨૦૧૩થી પંજાબ કિંગ્સની ૧૦ ટક્કર સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થઈ છે. એમાંથી માત્ર ૨૦૧૪ની ૧૪ મેએ પંજાબને એકમાત્ર જીત મળી હતી. આ સ્ટેડિયમમાં પંજાબની આ છેલ્લી જીત પણ હતી. ત્યાર બાદની હૈદરાબાદની ૮ અને ચેન્નઈની એક મૅચમાં પંજાબને હાર મળી હતી. હૈદારાબાદ પોતાના હોમગ્રાઉન્ડ પર ૬૮ મૅચમાંથી ૪૧ મૅચ જીત્યું છે અને ૨૬ મૅચ હાર્યું છે, જ્યારે એક મૅચ નો-રિઝલ્ટ પણ રહી હતી. વર્તમાન સીઝનમાં અહીં હૈદરાબાદ પાંચમાંથી માત્ર બે મૅચ પાંચ એપ્રિલે લખનઉ સામે અને ત્રણ મેના દિવસે કલકત્તા સામે હાર્યું હતું. રાજસ્થાન, ચેન્નઈ અને દિલ્હી સામેની વચ્ચેની ત્રણેય મૅચમાં હૈદરાબાદની લાગલગાટ ત્રણ જીત થઈ હતી. 

sunrisers hyderabad punjab kings IPL 2026 sports news sports cricket news