09 September, 2025 08:41 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
કાર્લોસ અલ્કારાઝ
સ્પેનના યુવા ટેનિસ સ્ટાર કાર્લોસ અલ્કારાઝ યુએસ ઓપન મેન્સ સિંગલ્સ ફાઇનલમાં ૬-૨, ૩-૬, ૬-૧, ૬-૪થી વિજય મેળવીને પોતાની કરીઅરનું છઠ્ઠું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીત્યો હતો. આ જીત સાથે તેણે ઇટલીના હરીફ પ્લેયર અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન જૅનિક સિનરનો નંબર-વન પ્લેયરનો તાજ પણ પોતાને નામે કર્યો હતો.
સ્ટેડિયમમાં અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે કરવો પડ્યો વિરોધનો સામનો
એક દાયકા બાદ અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે યુએસ ઓપનની મૅચ જોવા સ્ટેડિયમમાં હાજરી આપી હતી. તેમના આગમન પહેલાં દર્શકોની બૅગના કડક ચેકિંગને કારણે ફાઇનલ મૅચને શરૂ થવામાં વિલંબ થયો હતો, જેને કારણે સ્ટેડિયમમાં તેમની એન્ટ્રી થતાં લોકોએ હૂટિંગ કરીને તેમનો વિરોધ કર્યો હતો. સ્પેનનો કાર્લોસ અલ્કારાઝ વિજેતા બનતાં ડોનલ્ડ ટ્રમ્પનું નાખુશ રીઍક્શન પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયું હતું.
44 કરોડ રૂપિયા એટલે કે પાંચ મિલ્યન અમેરિકન ડૉલર પ્રાઇઝ મળ્યું સ્પેનના વિજેતા કાર્લોસ અલ્કારાઝને.