ત્રિકોણીય સિરીઝમાં સાઉથ આફ્રિકાની યંગ ટીમ ચૅમ્પિયન બની

08 September, 2026 08:13 AM IST  |  Cape Town | Gujarati Mid-day Correspondent

સાઉથ આફ્રિકાએ નામિબિયા-ઝિમ્બાબ્વે સામેની T20 ત્રિકોણીય સિરીઝ જીતી. ડેવાલ્ડ બ્રેવિસ ૨૨૬ રન સાથે પ્લેયર ઑફ ધ સિરીઝ બન્યો, જ્યારે ડુઆન યાન્સેને ૧૧ વિકેટ લીધી.

ત્રિકોણીય T20 સિરીઝની ટ્રોફી સાથે સાઉથ આફ્રિકાના પ્લેયર્સ.

યજમાન નામિબિયા અને અન્ય હરીફ ઝિમ્બાબ્વે સામેની ત્રિકોણીય T20 સિરીઝમાં સાઉથ આફ્રિકા ચૅમ્પિયન બન્યું છે. ફાઇનલ મૅચમાં સાઉથ આફ્રિકાએ ૨૦૫/૫નો સ્કોર કર્યો હતો. જવાબમાં ઝિમ્બાબ્વે ૧૮ ઓવરમાં ૧૫૭ રન કરીને ઑલઆઉટ થયું હતું. 
નામિબિયા અને ઝિમ્બાબ્વેની રેગ્યુલર ટીમ સામે સાઉથ આફ્રિકાએ પોતાની યંગ ટીમ મોકલી હતી. પાંચ ઇનિંગ્સમાં બે ફિફ્ટીની મદદથી ૨૨૬ રન કરનાર સાઉથ આફ્રિકાનો બેબી ડિવિલિયર્સ ડેવાલ્ડ બ્રેવિસ પ્લેયર ઑફ ધ સિરીઝ બન્યો હતો.
સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર માર્કો યાન્સેનના જોડિયા ભાઈ ડુઆન યાન્સેને ૪ મૅચમાં સૌથી વધુ ૧૧ વિકેટ નોંધાવી હતી. 

south africa zimbabwe t20 cricket news sports news sports