17 March, 2025 06:52 AM IST | Cape Town | Gujarati Mid-day Correspondent
લૉરા વૉલ્વાર્ટ
સાઉથ આફ્રિકાની વિમેન્સ ટીમની કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટે પોતાના દેશમાં વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) અને વિમેન્સ બિગ બૅશ લીગ (WBBL) જેવી લીગ શરૂ કરવાની હિમાયત કરી છે. તેણે આવી લીગના માધ્યમથી સાઉથ આફ્રિકા વિમેન્સ ટીમમાં નવી પ્રતિભાઓ આવે એવી ઇચ્છા વ્યક્ત કરી છે.
ગુજરાત જાયન્ટ્સ માટે ત્રણેય WPL સીઝનમાં રમનાર પચીસ વર્ષની આ બૅટર કહે છે, ‘ઑસ્ટ્રેલિયામાં લગભગ ૧૦ વર્ષથી બિગ બૅશ લીગ રમાઈ રહી છે, જ્યારે ભારતમાં WPL હજી પણ એકદમ નવી છે. અમારી પાસે સાઉથ આફ્રિકામાં વિમેન્સ માટે લીગ પણ નથી. તમે ભારતમાં જોઈ શકો છો કે WPL શરૂ થયાને માત્ર ત્રણ વર્ષ થયાં છે, ભારતીય ટીમ વધુ સારી રીતે રમી રહી છે અને એ ટીમમાં ઘણી ઊંડાઈ ઉમેરી રહી છે. મને લાગે છે કે સાઉથ આફ્રિકામાં આપણને ચોક્કસપણે એની જરૂર છે.’