વિરાટ, રોહિત અને બુમરાહ સાથેની ભારતની અલગ T20 ટીમ બનાવવી જોઈએ: ગાંગુલી

14 March, 2026 04:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ભારતીય ટીમમાં સ્થાન ન મેળવી શકનારા ખેલાડીઓ માટે મોટી કમેન્ટ કરી છે. એ અનુસાર ભારત ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પોતાની બીજી નવી T20 ટીમ બનાવીને રમી શકે છે.

વિરાટ, રોહિત અને બુમરાહ સાથેની ભારતની અલગ T20 ટીમ બનાવવી જોઈએ: ગાંગુલી

ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ભારતીય ટીમમાં સ્થાન ન મેળવી શકનારા ખેલાડીઓ માટે મોટી કમેન્ટ કરી છે. એ અનુસાર ભારત ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પોતાની બીજી નવી T20 ટીમ બનાવીને રમી શકે છે.

સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે ‘જો આગળના સમયમાં જસપ્રીત બુમરાહ ફિટ રહે છે તો વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે મળીને ભારતની બીજી ટીમ બનાવી શકે છે. કે. એલ. રાહુલ, રિષભ પંત, યશસ્વી જાયસવાલ, હર્ષિત રાણા, પ્રસિદ્ધ ક્રિષ્ના, કુલદીપ યાદવ જેવા ખેલાડીઓ જેમને T20 વર્લ્ડ કપમાં રમવાની તક નથી મળી તેઓ ભારતની બીજી ઇન્ટરનૅશનલ T20 બનાવીને રમી શકે છે. એમાં વૈભવ સૂર્યવંશીને પણ સામેલ કરી શકાય જે દુનિયાની કોઈ પણ ટીમ માટે રમી શકે છે.’

સૌરવ ગાંગુલીએ મુંબઈના સ્ટાર બૅટર શ્રેયસ ઐયરની ગેરહાજરી અંગે પણ સવાલ ઊભા કર્યા હતા. તેણે કહ્યું હતું કે ‘વૈભવ ભારતની અન્ડર-19 અને રાઇઝિંગ સ્ટાર ટીમ માટે રમે છે, પરંતુ શ્રેયસ ઐયરને ભારત માટે એક T20 મૅચ રમવાની તક નથી મળી રહી. મને આશ્ચર્ય થાય છે કે તેને વાઇટ બૉલની ક્રિકેટમાં સતત સ્થાન કેમ મળતું નથી?’

શ્રેયસ ઐયર ભારત માટે ડિસેમ્બર ૨૦૨૩માં છેલ્લી T20 મૅચ રમ્યો હતો. 

yashasvi jaiswal sourav ganguly kl rahul Rishabh Pant t20 world cup cricket news sports news