02 May, 2026 09:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાયલી સાતઘરે, સાઇમા ઠાકોર અને હુમૈરા કાઝી
મુંબઈ ક્રિકેટ અસોસિએશને ગઈ કાલે આગામી T20 મુંબઈ વિમેન્સ લીગ માટે આઇકૉન પ્લેયર તરીકે સાયલી સાતઘરે, સાઇમા ઠાકોર અને હુમૈરા કાઝીનાં નામની જાહેરાત કરી હતી. T20 મુંબઈ વિમેન્સ લીગની પ્રથમ સીઝનમાં સાયલી સોબો મુંબઈ ફાલ્કન્સ ટીમ વતી રમવાની છે, જ્યારે સાયમા થાણે સ્કાય રાઇઝર્સ અને હુમૈરા આકાશ ટાઇગર્સ ટીમનું પ્રતિનિધિત્વ કરવાની છે. સાયલી અને સાઇમા ઇન્ડિયન ટીમ વતી રમવાનો અનુભવ ધરાવે છે, જ્યારે હુમૈરા ડૉમેસ્ટિક અને ઇન્ડિયા-A ટીમ વતી સતત ઉમદા પર્ફોર્મ કરી રહી છે. મેન્સ અને વિમેન્સ બન્ને લીગ માટે આજે ઑક્શન યોજાવાનું છે. મેન્સ લીગમાં કુલ આઠ ટીમો ૧૮થી ૨૦ ખેલાડીઓ પસંદ કરશે, જ્યારે વિમેન્સમાં કુલ ત્રણ ટીમમાં ૧૬થી ૧૮ ખેલાડીઓની સ્ક્વૉડ બનાવી શકશે.