11 June, 2026 12:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
ગઈ કાલે વાનખેડે સ્ટેડિયમમાં વિમેન્સ T20 મુંબઈ લીગની છેલ્લી લીગ સાથે જ શનિવારે બપોરે રમાનારા નિર્ણાયક જંગના તખ્તો ગોઠવાઈ ગયો હતો. લીગની પ્રથમ ચૅમ્પિયન બનવા માટે સાયલી સાતઘરેના નેતૃત્વમાં સોબો ફાલ્કન્સની ટક્કર હુમૈરા કાઝીના નેતૃત્વવાળી આકાશ ટાઇગર્સ સામે થશે.
સોબો ફાલ્કન્સે પ્રથમ ત્રણેય લીગ મૅચ જીતીને કુલ ૬ પૉઇન્ટ સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો જ્યારે ગઈ કાલે છેલ્લી લીગ મૅચમાં થાણે સ્કાય રાઇઝર્સને ૮ વિકેટે હરાવીને આકાશ ટાઇગર્સે કુલ ચાર પૉઇન્ટ સાથે ફાઇનલમાં સ્થાન પાકું કરી લીધું હતું.