14 May, 2025 08:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્મૃતિ માન્ધના, જેમિમા રૉડ્રિગ્સ, સ્નેહ રાણા
શ્રીલંકામાં હાલમાં આયોજિત ત્રિકોણીય વન-ડે સિરીઝમાં ભારતને ચૅમ્પિયન બનાવવામાં વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધના (૨૬૪ રન), સ્ટાર બૅટર જેમિમા રૉડ્રિગ્સ (૨૪૫ રન) અને સ્પિનર સ્નેહ રાણા (૧૫ વિકેટ)એ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમના પ્રદર્શનની અસર ICC વિમેન્સ વન-ડે રૅન્કિંગ્સમાં જોવા મળી છે.
વિમેન્સ વન-ડે બૅટરના રૅન્કિંગ્સમાં સાઉથ આફ્રિકાની કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટ (૭૩૮ રેટિંગ પૉઇન્ટ) બાદ એક સ્થાનના ફાયદા સાથે સ્મૃતિ (૭૨૭) બીજા ક્રમે પહોંચી છે, જ્યારે જેમિમા (૬૦૬) પાંચ સ્થાનના ફાયદા સાથે પંદરમા ક્રમે પહોંચી છે. વિમેન્સ વન-ડે બોલર્સના રૅન્કિંગ્સમાં સ્નેહ રાણા (૪૪૦ રેટિંગ પૉઇન્ટ) ચાર સ્થાનના ફાયદા સાથે ૩૪મા ક્રમે પહોંચી છે.