13 October, 2024 09:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
T20 સિરીઝની ટ્રોફી સાથે બન્ને ટીમના કૅપ્ટન.
આજથી શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મૅચની T20 સિરીઝનો રોમાંચ શરૂ થશે. આન્દ્રે રસેલ અને નિકોલસ પૂરન જેવા કેટલાક સ્ટાર ક્રિકેટર્સ વ્યક્તિગત કારણોસર આ ટૂર પર ટીમ સાથે જોડાઈ શક્યા નથી છતાં આ સિરીઝમાં ભરપૂર ઍક્શન જોવા મળશે. આ સિરીઝની પહેલી મૅચ ૧૩ ઑક્ટોબર, બીજી મૅચ ૧૫ ઑક્ટોબર અને ત્રીજી મૅચ ૧૭ ઑક્ટોબરે રમાશે. બન્ને ટીમ વચ્ચે હમણાં સુધી ત્રણ T20 સિરીઝ રમાઈ છે જેમાંથી ૨૦૧૫-’૧૬ની બે મૅચની સિરીઝ ૧-૧થી ડ્રૉ રહી હતી, જ્યારે ૨૦૧૯-’૨૦ની બે મૅચની અને ૨૦૨૦-’૨૧ની ત્રણ મૅચની સિરીઝ વેસ્ટ ઇન્ડીઝની ટીમે અનુક્રમે ૨-૦ અને ૨-૧થી જીતી હતી. ૨૦ ઑક્ટોબરથી બન્ને ટીમ વચ્ચે ત્રણ મૅચની વન-ડે સિરીઝ પણ રમાશે.
T20 હેડ-ટુ-હેડ રેકૉર્ડ
કુલ મૅચ ૧૫
શ્રીલંકાની જીત ૦૮
વેસ્ટ ઇન્ડીઝની જીત ૦૭