06 October, 2025 10:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શુભમન ગિલ
વન-ડે વર્લ્ડ કપ 2027ને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ રોહિત શર્માના સ્થાને શુભમન ગિલને વન-ડે કૅપ્ટન્સી સોંપી છે. BCCIએ શૅર કરેલા એક વિડિયોમાં ભારતના નવા વન-ડે કૅપ્ટન શુભમન ગિલે કહ્યું હતું કે ‘આ સમાચાર ખરેખર અભિભૂત કરનારા છે. આ તક મળવી મારા માટે ખૂબ સન્માનની વાત છે. એ એક મોટી જવાબદારી છે. મને લાગે છે કે વર્લ્ડ કપ રમવા માટે અમારી પાસે લગભગ ૨૦ વન-ડે મૅચ બાકી છે. અમારું અંતિમ લક્ષ્ય સાઉથ આફ્રિકામાં આયોજિત વન-ડે વર્લ્ડ કપ જીતવા પર છે. અમે જે પણ રમત રમીશું અને જે પણ પ્લેયરનો ઉપયોગ કરીશું એનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે અમે વર્લ્ડ કપ જીતવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ.’
ટેસ્ટ-કૅપ્ટન અને T20 વાઇસ-કૅપ્ટનપદ બાદ વન-ડે કૅપ્ટનપદની જવાબદારી શુભમન ગિલ કઈ રીતે નિભાવશે એના પર સૌની નજર રહેશે.