12 April, 2026 10:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સારા તેન્ડુલકર
ભાભી સાનિયા ચંદોક સાથે લખનઉ ઍરપોર્ટ પહોંચેલી સારા તેન્ડુલકરનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થઈ રહ્યો છે. ઍરપોર્ટ પર હાજર એક વ્યક્તિએ વિડિયો શૂટ કરતા સમયે સારા તેન્ડુલકરને પૂછ્યું હતું કે ‘રવિવારની મૅચમાં તું લખનઉને સપોર્ટ કરશે કે ગુજરાતને?’ આ સવાલનો સ્પષ્ટ જવાબ આપવાને બદલે સારા સતત હસતી અને શરમાતી જોવા મળી હતી. સારાનો ભાઈ અને સચિન તેન્ડુલકરનો દીકરો ઑલરાઉન્ડર અર્જુન હાલમાં લખનઉ સુપર જાયન્ટસનો ભાગ છે. જોકે તેને હજી લખનઉ માટે રમવાની તક મળી નથી. ગુજરાત ટાઇટન્સની કમાન શુભમન ગિલ સંભાળી રહ્યો છે જે સારા તેન્ડુલકરનો કહેવાતો બૉયફ્રેન્ડ છે. આ કારણે જ સારા તેન્ડુલકરે જવાબ આપવાનું ટાળ્યું હતું.