ઑસ્ટ્રેલિયન ક્રિકેટર્સ અસોસિએશનના પ્રેસિડન્ટ પદે શેન વૉટ્સનની નિમણૂક

13 November, 2019 12:48 PM IST  |  Mumbai

ઑસ્ટ્રેલિયન ક્રિકેટર્સ અસોસિએશનના પ્રેસિડન્ટ પદે શેન વૉટ્સનની નિમણૂક

શેન વોટસન

ઑસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર શેન વૉટ્સનની ઑસ્ટ્રેલિયન ક્રિકેટર્સ અસોસિએશન (ACA) ના પ્રેસિડન્ટપદે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક એસીએની સોમવારે રાત્રે યોજાયેલી વાર્ષિક સામાન્ય સભામાં કરવામાં આવી હતી. પોતાની નિમણૂક બાદ વૉટ્સને ટ્વીટ કરીને કહ્યું હતું કે ‘હું એસીએના પ્રેસિડન્ટ તરીકે નિયુક્ત થવાથી ગર્વનો અનુભવ કરી રહ્યો છું, કારણ કે ભવિષ્યમાં એની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હશે. મારે તેમનાં મહત્ત્વનાં કાર્યોને આગળ વધારવાનાં છે, જેણે આ પહેલાં ભૂમિકા નિભાવી હતી. હું આ તક મળવાથી ઉત્સાહી છું. આ તક દ્વારા રમતને રિટર્ન આપવામાં મને મદદ મળશે, જેના દ્વારા મને ઘણું મળ્યું છે.’



આ પણ જુઓ : જુઓ અત્યારે કેવા લાગે છે ભારતને ટી-20 વર્લ્ડ જીતાડનાર ખેલાડીઓ

વૉટ્સન ઑસ્ટ્રેલિયા તરફથી ૫૯ ટેસ્ટ, ૧૯૦ વન-ડે અને ૫૮ ટી-૨૦ મૅચ રમ્યો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં તે ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી સતત સારું પ્રદર્શન કરતો રહ્યો છે. આ ઑલરાઉન્ડર ૧૦ સભ્યોના બોર્ડનો સભ્ય હશે, જેને ત્રણ નવી નિમણૂકથી વિસ્તાર આપવામાં આવ્યો છે. હાલના ઑસ્ટ્રેલિયન ક્રિકેટર પેટ કમિન્સ અને ક્રિસ્ટીન બીમ્સ તથા ક્રિકેટ-કૉમેન્ટ્રેટર અને ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ખેલાડી લિસા સ્ટાલેકરને એમાં સામેલ કરવામાં આવ્યા છે. ગયા અઠવાડિયે ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ મેલાની જોન્સને ડિરેક્ટર તરીકે નીમ્યા હતા.

cricket news australia shane watson