06 September, 2025 12:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ભારતીય ક્રિકેટર સંજુ સૅમસને કેરલાના તિરુવનંતપુરમમાં આવેલા તેના ઘરે પત્ની ચારુલતા સૅમસન સાથે પરંપરાગત શૈલીમાં ઓણમ તહેવારના અવસર પર ફોટોશૂટ કરાવ્યું હતું. આ સ્પેશ્યલ ફોટોશૂટમાં બન્ને પરંપરાગત ડ્રેસમાં જોવા મળ્યાં હતાં. એશિયા કપ માટે સંજુ દુબઈ જવા રવાના થયો એના થોડા દિવસ પહેલાં આ ફોટોશૂટ કરવામાં આવ્યું હતું. બન્નેએ મલયાલી સમુદાયના આ તહેવાર પ્રસંગે સૌને શુભેચ્છા પાઠવી હતી.