18 March, 2026 02:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજુને સ્પેશ્યલ બૅટ આપીને સન્માનિત કર્યો કેરલમના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને અને કેરલમના રાજ્યપાલે ભગવાન પદ્મનાભસ્વામીની મૂર્તિ ગિફ્ટ આપી હતી સંજુ સૅમસનને
કેરલમના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન અને રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે તાજેતરમાં તિરુવનંતપુરમમાં T20 વર્લ્ડ કપ 2026ના પ્લેયર ઑફ ધ મૅચ સંજુ સૅમસન સાથે મુલાકાત કરી હતી. સૌથી પ્રથમ તિરુવનંતપુરમના લોકભવન ખાતે રાજ્યપાલે વર્લ્ડ કપ ચૅમ્પિયન સંજુને ભગવાન પદ્મનાભસ્વામીની મૂર્તિ આપીને શુભેચ્છા આપી હતી. સાંજે સંજુએ લુંગી પહેરીને મુખ્ય પ્રધાન સાથે મૅન્ગલોરમાં ૪૫ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા સ્ટેડિયમના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન સહિતના પ્રધાનો અને અધિકારીઓએ સંજુને સ્પેશ્યલ બૅટ આપીને ભવિષ્યમાં તેને સતત સફળતાની શુભેચ્છા આપી હતી.