સંજય માંજરેકરે T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટનો વર્લ્ડ કપ દરજ્જો છીનવી લેવા હાકલ કરી

31 January, 2026 04:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને વર્તમાન કૉમેન્ટેટર સંજય માંજરેકરે T20 વર્લ્ડ કપ વિશે મોટી કમેન્ટ કરી છે. ૬૦ વર્ષના સંજય માંજરેકરે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘મારા માટે ક્રિકેટ વર્લ્ડ કપ હંમેશાં ૫૦-૫૦ ઓવરનો રહેશે.

સંજય માંજરેકર

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને વર્તમાન કૉમેન્ટેટર સંજય માંજરેકરે T20 વર્લ્ડ કપ વિશે મોટી કમેન્ટ કરી છે. ૬૦ વર્ષના સંજય માંજરેકરે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘મારા માટે ક્રિકેટ વર્લ્ડ કપ હંમેશાં ૫૦-૫૦ ઓવરનો રહેશે. દર બે વર્ષે યોજાતા T20 ફૉર્મેટને દર ૪ વર્ષે યોજાતા વર્લ્ડ કપ જેવો દરજ્જો ન આપવો જોઈએ. હું એનું મૂળ નામ પસંદ કરીશ - ધ વર્લ્ડ T20.’

sanjay manjrekar t20 world cup cricket news sports news sports