સાનિયા પહેલી વાર વિમ્બલ્ડનની મિક્સ્ડ-ડબલ્સ સેમી ફાઇનલમાં

06 July, 2022 03:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વર્ષે ટેનિસમાંથી નિવૃત્તિ લઈ રહેલી ભારતની ટોચની ખેલાડી સાનિયા મિર્ઝા ટેનિસનાં ચાર ગ્રૅન્ડ સ્લૅમમાં ઑસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન અને યુએસ ઓપનમાં મિક્સ્ડ-ડબલ્સનું ટાઇટલ જીતી છે

સાનિયા મિર્ઝા

આ વર્ષે ટેનિસમાંથી નિવૃત્તિ લઈ રહેલી ભારતની ટોચની ખેલાડી સાનિયા મિર્ઝા ટેનિસનાં ચાર ગ્રૅન્ડ સ્લૅમમાં ઑસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન અને યુએસ ઓપનમાં મિક્સ્ડ-ડબલ્સનું ટાઇટલ જીતી છે, પરંતુ ક્યારેય વિમ્બલ્ડનમાં આ સિદ્ધિ નથી મેળવી શકી. જોકે હવે તેને સારો મોકો મળ્યો છે, કારણ કે ગઈ કાલે તે અને ક્રોએશિયાનો મેટ પાવિચ સેમી ફાઇનલમાં પહોંચી ગયાં છે અને હવે આ સ્પર્ધાનો તાજ તેમનાથી માત્ર બે ડગલાં દૂર છે.
વિમ્બલ્ડનમાં પહેલી વાર મિક્સ્ડ-ડબલ્સની સેમી ફાઇનલમાં પહોંચેલી સાનિયા અને તેના પાર્ટનર પાવિચની જોડીએ ક્વૉર્ટર ફાઇનલમાં કૅનેડિયન-ઑસ્ટ્રેલિયન જોડી ગૅબ્રિયેલા દાબ્રોવ્સ્કી તથા જૉન પીઅર્સને ૪૧ મિનિટમાં ૬-૪, ૩-૬, ૭-૫થી હરાવ્યાં હતાં. કુલ ૬ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂકેલી સાનિયા અગાઉ ૨૦૧૧, ૨૦૧૩, ૨૦૧૫માં વિમ્બલ્ડનમાં મિક્સ્ડ ડબલ્સની ક્વૉર્ટરમાં પહોંચીને હારી ગઈ હતી.

sports news tennis news sania mirza