03 April, 2023 11:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઍક્ટર દુરાનીની પહેલી હિરોઇન તનુજા અને છેલ્લી પરવીન બાબી
ગુડ લુક અને અભિનેતા જેવી પર્સનાલિટી ધરાવતા સલીમ દુરાનીએ ૧૯૬૯માં (ક્રિકેટ-કરીઅર ચાલુ હતી એ દરમ્યાન) હિન્દી ફિલ્મમાં અભિનેતા બનવાની શરૂઆત કરી હતી. ૧૯૬૯માં તેમની પહેલી ફિલ્મ ‘એક માસૂમ’ હતી, જેમાં તનુજા તેમની હિરોઇન હતી. ૧૯૭૩માં બી. આર. ઇશારાની ‘ચરિત્ર’ નામની ફિલ્મમાં પણ દુરાની મુખ્ય અભિનેતા હતા અને પરવીન બાબી મુખ્ય હિરોઇનની ભૂમિકામાં હતી. એ ફિલ્મ ફ્લૉપ હતી.
દુરાનીની બૅટિંગ લતા મંગેશકરે પણ માણી હતી
સલીમ દુરાની ‘ઑન ડિમાન્ડ’ સિક્સર ફટકારવા માટે જાણીતા હતા અને ઇંગ્લૅન્ડ સામેની એક મૅચમાં તેમણે ચાહકોની ડિમાન્ડ એકથી વધુ વખત પૂરી કરી હતી. બ્રિટિશ ટીમ સામેની એ મૅચ જોવા લતા મંગેશકર પણ આવ્યાં હતાં. ચાહકોની માગણીને પગલે દુરાનીએ એક છગ્ગો માર્યો અને એક સ્ટૅન્ડમાં બેઠેલાં લતા મંગેશકરે પણ જોયો હતો અને દુરાનીને બિરદાવ્યા હતા.