સચિન તેંડુલકરના કોચ રમાકાંત આચરેકરનું 86 વર્ષની વયે નિધન

14 February, 2019 03:08 PM IST  | 

સચિન તેંડુલકરના કોચ રમાકાંત આચરેકરનું 86 વર્ષની વયે નિધન

ક્રિકેટના ભગવાનના કોચનું નિધન

રમાકાંત વિઠલ આચરેકરનો જન્મ 1932માં થયો હતો. આચરેકરની ખેલાડી તરીકેની કારકિર્દી કરતા તેમની કોચ તરીકેની કારકિર્દી વધુ જાણીતી છે. તેમણે 1943માં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. 1945માં તેઓ ન્યૂ હિંદ સ્પોર્ટ્સ ક્લબ માટે રમ્યા. તેઓ યંગ મહારાષ્ટ્ર ઈલેવન માટે પણ રમ્યા હતા. તેઓ 1963-64માં હૈદરાબાદમાં એકમાત્ર ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યા હતા.

આ પણ વાંચોઃ IND VS AUS: કેમ સિડની ટેસ્ટને કહેવાય છે PINK TEST ?

રમાકાંત આચરેકરે કામત મેમોરિયલ ક્રિકેટ ક્લબની સ્થાપના કરી હતી. તેમણે અનેક જાણીતા ક્રિકેટરોને તાલીમ આપી છે. જેમાં સચિન તેંડુલકર, અજિત અગરકર, ચંદ્રકાંત પંડિત, વિનોદ કાંબલી અને પ્રવિણ આમરેનો સમાવેશ થાય છે. આચરેકરે તેમનું જીવન તાલીમ આપવામાં અને ભારતીય ક્રિકેટના સ્ટાન્ડર્ડને ઉંચુ લાવવામાં લગાવી દીધું. હાલ આ ક્રિકેટ ક્લબ તેમના દીકરી કલ્પના અને જમાઈ દીપક ચલાવે છે.

sachin tendulkar cricket news sports news