SA20ની ત્રીજી સીઝનનો પ્લેઑફ રાઉન્ડ આજથી

04 February, 2025 10:21 AM IST  |  Cape Town | Gujarati Mid-day Correspondent

ભારતીય સમય અનુસાર આ તમામ મૅચ રાત્રે ૯ વાગ્યે સ્ટાર સ્પોર્ટ્‍સ નેટવર્ક અને ડિઝની પ્લસ હૉટસ્ટાર પર જોઈ શકાશે.

નવમી જાન્યુઆરીથી શરૂ થયેલી સાઉથ આફ્રિકાની SA20 લીગની ત્રીજી સીઝન માટે આજથી પ્લેઑફ રાઉન્ડ શરૂ

નવમી જાન્યુઆરીથી શરૂ થયેલી સાઉથ આફ્રિકાની SA20 લીગની ત્રીજી સીઝન માટે આજથી પ્લેઑફ રાઉન્ડ શરૂ થશે. છ ટીમોમાંથી રાશિદ ખાનની MI કેપટાઉન, દિનેશ કાર્તિક જેનો ભાગ છે એ પાર્લ રૉયલ્સ, સતત બે વાર આ ટાઇટલ જીતનાર સનરાઇઝર્સ ઈસ્ટર્ન કૅપ અને ફાફ ડુપ્લેસીના નેતૃત્વવાળી જોબર્ગ સુપર કિંગ્સ પૉઇન્ટ્સ-ટેબલમાં ટૉપ-ફોરમાં આવી છે.

આજે MI કેપટાઉન અને પાર્લ રૉયલ્સ વચ્ચે પહેલી ક્વૉલિફાયર મૅચ રમાશે, જ્યારે આવતી કાલે પાંચમી ફેબ્રુઆરીએ સનરાઇઝર્સ ઈસ્ટર્ન કૅપ અને જોબર્ગ સુપર કિંગ્સ વચ્ચે એલિમિનેટર મૅચમાં જંગ જામશે. ક્વૉલિફાયર-વન મૅચ હારનારી અને એલિમિનેટર મૅચ જીતનારી ટીમ વચ્ચે ફાઇનલમાં પહોંચવા માટે આખરી જંગ છઠ્ઠી ફેબ્રુઆરીએ ક્વૉલિફાયર-ટૂમાં થશે. ૮ ફેબ્રુઆરીએ ક્વૉલિફાયર-વન અને ક્વૉલિફાયર-ટૂની વિજેતા ટીમ વચ્ચે ટ્રોફી જીતવા માટે ટક્કર થશે. ભારતીય સમય અનુસાર આ તમામ મૅચ રાત્રે ૯ વાગ્યે સ્ટાર સ્પોર્ટ્‍સ નેટવર્ક અને ડિઝની પ્લસ હૉટસ્ટાર પર જોઈ શકાશે.

south africa dinesh karthik t20 cricket news sports news sports