23 June, 2025 10:42 AM IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા તેની ફૅમિલી સાથે હાલમાં યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના અબુ ધાબીમાં આવેલા સાદિયત ટાપુ પર વેકેશન માણી રહ્યો
ભારતીય વન-ડે કૅપ્ટન રોહિત શર્મા તેની ફૅમિલી સાથે હાલમાં યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના અબુ ધાબીમાં આવેલા સાદિયત ટાપુ પર વેકેશન માણી રહ્યો છે. બન્ને સંતાનો સાથે વેકેશન પર ગયેલા રોહિતે હોટેલ બહારનાં કેટલાંક મનોહર દૃશ્યોના ફોટો પણ શૅર કર્યા હતા. એક ફોટોમાં તે તેની પત્ની રિતિકા સજદેહ, દીકરી સમાયરાની સાથે સાસુ-સસરા બૉબી અને ટીના સજદેહ સાથે ડિનરનો આનંદ માણતો જોવા મળ્યો હતો.