02 September, 2025 09:57 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા પહેલાં, હવે
ભારતીય વન-ડે ટીમના કૅપ્ટન રોહિત શર્માએ બૅન્ગલોરમાં આવેલા ભારતીય ક્રિકેટ બોર્ડના સેન્ટર ઑફ એક્સલન્સમાં ફિટનેસ ટેસ્ટ આપતાં પહેેલાં વીસેક કિલો વજન ઘટાડ્યું હોવાના અહેવાલ છે. સોશ્યલ મીડિયા પર રોહિતના અગાઉના અને અત્યારના ફોટો સાથે તેની આ કાયાપલટની ચર્ચા ચાલી રહી છે. રોહિતે સેન્ટર ઑફ એક્સલન્સમાં ખૂબ જ અઘરી ગણાતી બ્રૉન્કો ટેસ્ટ પાસ કરી લીધી છે એવા પણ રિપોર્ટ છે.