ફક્ત વિવિયન રિચર્ડ્‍સ જ રોહિત શર્મા જેવો શાનદાર પુલ શૉટ રમ્યો હતો : સુનીલ ગાવસકર

12 May, 2025 09:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક ફાસ્ટ બોલર માટે તેનો ફાસ્ટેસ્ટ બૉલ દર્શકો વચ્ચે ગાયબ થઈ જાય એ જોવું સૌથી નિરાશાજનક હોય છે. તે ફાસ્ટ બોલિંગનો સામનો એ રીતે કરતો હતો

સુનીલ ગાવસકર

વન-ડે કૅપ્ટન રોહિત શર્માનાં વખણા કર્યાં હતાં. તેમણે રોહિતની પ્રશંસા કરતાં લખ્યું હતું કે ‘મને જેટલા પણ ક્રિકેટર જોવાનો લહાવો મળ્યો છે એમાં ફક્ત વિવિયન રિચર્ડ્‍સ (વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ક્રિકેટર) જ શર્મા જેવો પુલ શૉટ રમ્યો હતો. વિવ મુખ્યત્વે બૉલને ઉછાળતો અને એને સ્ક્વેર લેગથી વાઇડ મિડ-ઑન સુધી રમતો, જ્યારે શર્મા બાઉન્સ હેઠળ બૉલને મિડ વિકેટથી ડીપ ફાઇન-લેગ સુધી રમીને છગ્ગો મારતો હતો. એક ફાસ્ટ બોલર માટે તેનો ફાસ્ટેસ્ટ બૉલ દર્શકો વચ્ચે ગાયબ થઈ જાય એ જોવું સૌથી નિરાશાજનક હોય છે. તે ફાસ્ટ બોલિંગનો સામનો એ રીતે કરતો હતો જાણે સ્પિનરો સામે રમી રહ્યો હોય.’ 

કેવી રહી રોહિત શર્માની ટેસ્ટ-કરીઅર? 


સાતમી મેએ ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર રોહિત શર્માએ નવેમ્બર ૨૦૧૩માં આ ફૉર્મેટમાં ડેબ્યુ કર્યું હતું. તેણે ૬૭ મૅચમાં ૧૨ સેન્ચુરી અને ૧૮ ફિફ્ટીની મદદથી ૪૩૦૧ રન ફટકાર્યા છે. તેણે ૨૪ 
ટેસ્ટ-મૅચમાં કૅપ્ટન્સી સંભાળી જેમાંથી ૧૨મા જીત, નવમા હાર મળી, જ્યારે ત્રણ મૅચ ડ્રૉ રહી હતી. 

rohit sharma vivian dsena indian cricket team cricket news sunil gavaskar sports sports news