27 December, 2025 05:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેશભક્તિનું ગીત સાંભળીને રોહિત શર્માની આંખો આંસુઓથી છલકાઈ ગઈ
સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર રોહિત શર્માનો એક હૃદયસ્પર્શી વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. હાલમાં રોહિત શર્માએ દીકરી સમાયરાની સ્કૂલના વાર્ષિક સમારોહમાં હાજરી આપી હતી. સ્ટેજ પર સ્કૂલની વિદ્યાર્થિનીઓએ ‘અય મેરે વતન કે લોગોં’ ગીત ગાયું ત્યારે રોહિત શર્માની આંખો આંસુઓથી છલકાઈ ગઈ હતી.
રોહિત શર્મા હાથથી પોતાનાં આંસુઓ લૂછતો જોવા મળ્યો હતો. ગર્વ, બલિદાન અને રાષ્ટ્ર પ્રત્યેના પ્રેમની શક્તિશાળી યાદ અપાવે એવું આ ગીત ધીરુભાઈ અંબાણી ઇન્ટરનૅશનલ સ્કૂલમાં પર્ફોર્મ કરવામાં આવ્યું હતું જેમાં મુકેશ અને નીતા અંબાણીએ પણ હાજરી આપી હતી.