રિષભ પંતે અનોખા અંદાજમાં પોતાની ઇન્જરીનું અપડેટ આપ્યું

23 August, 2025 07:24 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

આ પોસ્ટના એક વિડિયોમાં તેણે પગના આરામ અને સાવચેતી માટે પહેરેલાં સ્લિપર સહિતની અન્ય વસ્તુઓનો આભાર માનીને એને ઉતારી દીધાં હતાં.

પગમાંથી સ્લિપર સહિતની અન્ય વસ્તુઓ ઉતારી દીધી હતી રિષભ પંતે.

મૅન્ચેસ્ટર ટેસ્ટ-મૅચ દરમ્યાન પગના ફ્રૅક્ચરનો સામનો કરનાર ભારતીય વિકેટકીપર-બૅટર રિષભ પંતે ગઈ કાલે સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાની ઇન્જરીનું અપડેટ આપ્યું હતું. સ્થળનું નામ આપ્યા વગર તેણે દરિયાકિનારે આરામ કરતી વખતનો પોતાનો ફ્રૅક્ચરવાળો પગ ઊંચો કરીને ફોટો પડાવ્યો હતો.

 આ પોસ્ટના એક વિડિયોમાં તેણે પગના આરામ અને સાવચેતી માટે પહેરેલાં સ્લિપર સહિતની અન્ય વસ્તુઓનો આભાર માનીને એને ઉતારી દીધાં હતાં. ફિટ થવા તરફ આગળ વધી રહેલા રિષભે પોસ્ટની કૅપ્શનમાં એક મહત્ત્વપૂર્ણ વાત લખી હતી, ‘તમારામાં વિશ્વાસ રાખો અને તમે તમારા જીવનને જે દિશામાં લઈ જવા માગો છો એ દિશામાં કામ કરતા રહો. કારણ કે જે તમને મારતું નથી એ તમને અંતે મજબૂત બનાવે છે.’

Rishabh Pant manchester social media indian cricket team cricket news sports news sports